જિલ્લામાં લોકડાઉન વેળાએ હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી અને રીટાયર્ડ પોલીસ કર્મચારીઓને ફરજમાં લઇ જુદા જુદા ચેકપોઇન્ટ પર બંદોબસ્ત માટે ગોઠવી દેવાયા છે, ત્યારે જિલ્લામાં એક હજારથી વધુ સસ્પેન્ડેડ અધિકારી-કર્મચારીઓને પણ ફરજ પર લઇ શકાય. સસ્પેન્ડ થઇ ઘર બેઠા કર્મચારીઓને આમેય સરકાર 75 ટકા પગાર તો આપી જ રહી છે ત્યારે આવા સમયે તેમને ફરજ પર લઇ લાભ લઇ શકાય તેમ છે. કચ્છ કે કચ્છ બહાર સસ્પેન્ડ થયેલા કર્મચારીઓ જે હાલ કચ્છમાં છે, જે તમામ કર્મચારીઓને સરકાર તરફથી 75 ટકા પગાર તો અપાય છે ત્યારે લોકડાઉનમાં મહામારીના સમયે તેમને ફરજ પર પરત લઇ ડ્યુટી સોંપી શકાય તેમ છે. પોલીસ કર્મચારીઓની સાથે આરોગ્ય વિભાગમાં પણ એવા અનેક કર્મચારીઓ છે જે કોઇક કારણોસર સસ્પેન્ડ થયેલા હોય છે તેમને પણ ફરજ પર પરત લઇ શકાય. તો બીજી બાજુ સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ માનવ વધ સિવાયના કેસોમાં સસ્પેન્ડ થયેલા કર્મચારીઓને 90 દિવસમાં પરત લેવાના હોય છે છતાંય અમુક કર્મચારીઓને ફરજ પર લેવાતા નથી. તો લોકડાઉન વેળાએ તંત્ર દ્વારા જીઆરડી, હોમગાર્ડ, એસઆરપી જવાનોને ફરજ અપાય છે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સસ્પેન્ડ થઇ ઘર બેસીને 75 ટકા પગાર મેળવતા કર્મચારીઓને પણ બંદોબસ્તમાં મુકી શકાય છે. લોકડાઉનમાં રાજકોટ જિલ્લામાં સસ્પેન્ડેડ નવથી દસ અધિકારી-કર્મચારીને ફરજ પર પરત લઇ લેવાયા છે ત્યારે પશ્ચિમ કચ્છમાં સસ્પેન્ડ થયેલા કેટલા કર્મચારીને પરત લેવાયા તે અંગે એસપી સાૈરભ તોલંબીયાએ કહ્યું હતું કે, પશ્ચિમ કચ્છમાં એકેય સસ્પેન્ડેડ કર્મચારીને ફરજ પર લેવાયા નથી. આંતરીક સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન છે કે ફરજમાં બેદરકારી કે કોઇ ગુના બદલ સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારી-કર્મચારીને 90 દિવસ બાદ ફરજમાં લઇ શકાય છે. અલબત્ત માનવ વધનો ગુનો હોય તો તેમાં આ જોગવાઇ નથી. બીજી બાજુ, અમુક કર્મચારીઓ સસ્પેન્ડ થયા બાદ તેમની તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને કેસના ચૂકાદા પણ આવી ગયા છે અને નિર્દોષ ઠર્યા છે એવા કેટલાક કર્મચારીઓ હજુ ઘરે બેસી રહ્યા છે.