ટ્રકમાંથી એરફોર્સની કેન્ટિનનો સામાન ચોરાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Sunday, April 12, 2020

ટ્રકમાંથી એરફોર્સની કેન્ટિનનો સામાન ચોરાયો

લોકડાઉન વચ્ચે પણ અમદાવાદથી કચ્છ આવતી ટ્રકમાંથી ચોરી કરનારી ટોળી સક્રિય છે જેમાં ભચાઉ નજીક એરફોર્સની કેન્ટિન માટે સામાન લઇને આવતી ટ્રકમાંથી રૂ.50,440 ની કિંમતનો સામાન તાલપત્રી તોડીને ચોરાયો હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઇ છે.છેલ્લા 15 વર્ષથી ભુજ એરફોર્સ કેન્ટિનના મેનેજર તરીકે કર્યરત શૈલેન્દ્રસિંગ સોવરનંગ ચૌહાણ, અજયકુમારસિંગ અને ટ્રક ચાલક જયસિંહ સોઢા તા.13/3 ના રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં અમદાવાદથી એરફોર્સ કેન્ટિન માટે રૂમાલ, ચોકલેટ, સૂટકેશ, બિસ્કિટ, ચા પત્તી અને ખાદ્ય સામગ્રીના રૂ.22.61 લાખના 453 કાર્ટુન ભરી ભુજ આવી રહયા હતા અને રાત્રે 11 વાગ્યાના અરસામાં માલવણ પાસે જમવા રોકાયા તે દરમિયાન તાલપત્રી ચેક કરી ત્યારે બરોબર હતી પચરંતુ સવારે 5.30 વાગ્યાના અરસામાં ભચાઉથી પાંચ કિલોમીટર દુર ભુજ હાઇવે પર આવેલી મુરલીધર હોટલ પર ચા-પાણી માટે રોકાયા ત્યારે તપાસ કરતાં તાલપત્રી તૂટેલી જોવા મળી હતી. હોટલ પર ગણતરી કરવી શક્ય ન હોતાં ભુજ જઇને તપાસ કરી તો રૂ.50,440 ની કિંમતના 14 કાર્ટુન અને 27 લૂઝ પાર્સલ ચોરાયા હોવાનું ધ્યાન આવતાં આ બાબતે મેનેજર શૈલેન્દ્રસીંગે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.