હાલે લોક ડાઉનના પગલે નગરપાલિકા દ્વ્રારા અલગ-અલગ જગ્યાઓએ શાકભાજી અને ફ્રુટની લારીઓની વ્યવસ્થા કરાઈ હતી, જે પ્રમાણે પાલન ન કરી લોકો અગાઉ જે જગ્યાએ ઉભા રહેતા હતા ત્યાં જ ફરી ગોઠવાઇ જતાં, નગરપાલિકાએ તમામ લારીઓ જપ્ત કરી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારોને ધ્યાનમાં રાખીને ફળ, શાકભાજીની લારીઓ માટે વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ આ વિક્રેતાઓએ મનમાની કરીને અગાઉ જયાં હતા ત્યાં જ વારંવાર ગોઠવાઈ જતા, જેના કારણે લોકોની અવર-જવર અને ટુ-વહીલર, ફોર વ્હિલર ગાડીઓ દ્વ્રારા મોટા પ્રમાણમાં ટ્રાફિક થતો હતો.પાલિકા તરફથી ફળ અને શાકભાજીના વિક્રેતાઓને લોક ડાઉન પૂરતી નવી વ્યવસ્થા કરાઇ છે તે મુજબ જ જે-તે જગ્યાએ ઉભા રહેવા સૂચના અપાઇ હતી અને સાંજ સુધી જ્યાં જગ્યાઓ ફાળવી છે ત્યાં જ ફળ, શાકભાજીનું વેચાણ કરવું પરંતુ મોડી સાંજ સુધી ફાળવાયેલી જગ્યા પર કોઇ ન આવતાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં જેટલી લારીઓ હતી તે ટ્રેકટર દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને સ્ટાફે ઉપાડીને પાલિકા કચેરીમાં ખસેડી હતી.આ અંગે શાકભાજી, ફળના વિક્રેતાઓએ જણાવ્યું હતું કે, અહીં અમને પાલિકા દ્વ્રારા જ જગ્યાઓ ફળવાઈ હતી અને અમે કાલથી શહેરમાં તમામ જગ્યાએ શાકભાજી, ફ્રુટ વેચાણ કરવાનું બંધ કરશું એવી ચિમકી આપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, જેના કારણે લોક ડાઉનમાં લોકોની તકલીફમાં વધારો થાય તેવું જોવા મળી રહ્યું છે
Sunday, April 12, 2020
New