પોલીસે લોકડાઉન વચ્ચે 8 વર્ષનું બાળક ઘરે પહોંચાડ્યું, પરીવારે પોલીસનો આભાર માન્યો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, April 17, 2020

પોલીસે લોકડાઉન વચ્ચે 8 વર્ષનું બાળક ઘરે પહોંચાડ્યું, પરીવારે પોલીસનો આભાર માન્યો

ગાંધીધામના ઇફ્કો સામે રહેતા ઉદયભાઇ શાહે એ-ડિવિઝન પોલીસ મથકે જઇને જણાવ્યું હતું કે તેમનો 8 વર્ષીય પુત્ર પીન્ટુ ઉદયભાઇ શાહ ગત રાત્રીના આઠ વાગ્યાથી ઘરેથી નિકળ્યા બાદ ગુમ થયો છે. પોલીસને જાણ થતાં જ પીઆઇ કે.પી.સાગઠિયાએ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી ટીમોને આ બાબતે ફોટો મોકલી તેમજ પીસીઆર વેનમાં પણ જાણ કરીને શોધખોળ આદરી હતી જેમાં ગુમ થયેલો 8 વર્ષીય પીન્ટુ ઉદયભાઇ શાહ ગુરુકુળ વિસ્તારમાં કંતાન ઓઢી સુતો મળી આવ્યો હતો જેને પોલીસે પરિવારને સોંપતાં પરિવારે પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.