લોકડાઉનમાં ઘરથી બહાર નીકળવાની મનાઇ છે તો ઘરથી કોઇ કારણોસર દુર રહી ગયેલા લોકો પણ પોતાના ઘરે જઇ શકયા નથી. ગાંધીધામની ખાનગી એમ્બ્યુલન્સમાં નલિયા જઇ રહેલા પરિવારને શેખપીર પાસે બંદોબસ્તમાં રહેલી પોલીસે પકડી લીધો હતો, એમ્બ્યુલન્સ ચાલકને 3500 રૂપિયા ભાડુ આપવાની શરતે નલિયા સુધી મુકવાની વાત થઇ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, લોકડાઉન વેળાએ આવશ્યક ચીજવસ્તુઓની પરીવહન કરતા વાહનો તેમજ સરકારી-ખાનગી એમ્બ્યુલન્સોને દર્દીઓને પહોંચાડવાની છુટ અપાઇ છે. વહીવટી તંત્ર દ્વારા ઘરથી દુર રહી ગયેલા લોકોને પોતાના ઘરે પરત જવા માટે મહામારીના સમયને ધ્યાને લઇને પરમીશન અપાતી નથી, ત્યારે નલિયાનો એક પરીવાર ગાંધીધામમાં અટવાઇ ગયો હતો. ગાંધીધામની રામબાગ હોસ્પિટલના એમ્બ્યુલન્સમાં તેઓ ગુરુવારે નલિયા જવા માટે રવાના થયા હતા, ડ્રાઇવર સાથે 3500 રૂપિયા ભાડુ આપવાનું પણ નક્કી થયું હતું. મોટે ભાગે એમ્બ્યુલન્સને રોકાવાતી નથી પણ કુકમા તરફથી ફુલસ્પીડમાં આવી રહેલી એમ્બ્યુલન્સને શેખપીરમાં બંદોબસ્તમાં રહેલી પોલીસે અટકાવીને ચેક કરતા અંદર બેઠેલા ચાર લોકોને જોયા હતા. એમ્બ્યુલન્સ ચાલકને આ લોકો કયાં લઇ જાય છે અને પરમીશન લેવાઇ છે કે શું તે અંગે પુછતાછ કરાઇ હતી. 3500 રૂપિયા ભાડુ ગાંધીધામથી નલિયાના ફેરાનો નક્કી કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે કરવાનો હોય છે, ત્યારે લોકડાઉન સમયે માણસોની હેરફેર માટે ચાલુ થયો છે, તો થોડા દિવસ પૂર્વે બીજી ચીજવસ્તુઓની ઘુષણખોરી પણ એમ્બ્યુલન્સ મારફતે થઇ હોવાની ચર્ચા ફેલાઇ હતી. ખોડાભાઇ કાયાભાઇ કોલી (ડ્રાઇવર, રામબાગ હોસ્પિટલ,ગાંધીધામ), અશોક દેવજી મહેશ્વરી (ઉ.વ. 33 રહે. નલિયા), કિશોર દેવજી મહેશ્વરી (ઉ.વ. 33, રહે. નલિયા), પુષ્પા દેવજી મહેશ્વરી (ઉ.વ. 30 રહે. નલિયા), પાર્વતી કિશોર મહેશ્વરી (ઉ.વ. 32, રહે. નલિયા)
Friday, April 17, 2020
New