અંજાર તાલુકાના વરસાણા ગામની લેબર કેમ્પમાં છત પર રમી રહેલી 7 વર્ષીય બાળકીને જોઈ તે જ કેમ્પમાં રહેતા નરાધમની નિયત બગડી હતી અને રમી રહેલી માસૂમ સાથે શારીરિક અડપલાઓ કર્યા હતા. જે બાબતે પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. આ બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ તા. 19/4ના રાત્રે 8-30થી 9 વાગ્યાના અરસામાં અંજાર તાલુકાના વરસાણાની સીમમાં આવેલ એસઆરજી લેબર કેમ્પમાં એક 7 વર્ષીય બાળકી પોતાના ઘરની છત પર રમી રહી હતી. જ્યાં આ જ કેમ્પમાં રહેતા આરોપી છોટેલાલ જુગલપ્રસાદની નિયત બગડતા રમી રહેલી બાળકી પર ગુન્હાહિત બળ વાપરી શારીરિક છેડતી કરી હતી. જેથી બનાવ અંગેની હકીકતે બાળકીએ પોતાના વાલીને જણાવતા બાળકીના વાલી દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો સહિતની કલમો તળે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Tuesday, April 21, 2020
New