અંદાજે બે દાયકા પહેલા કચ્છને તહસનહસ કરી નાખનારા ભૂકંપ બાદ કાટમાળ બની ગયેલી ઇમારતમાંથી ત્રણ દિવસે બહાર નીકળનારી સવા વર્ષની એક બાળકીએ (તે સમયે) આજે દેશ પર કોરોના નામની આફત ત્રાટકી છે ત્યારે પોતાના પોકેટમનીમાંથી વડાપ્રધાન ફંડમાં રૂ. 5151નું દાન આપીને અન્યોને પણ પ્રેરણા આપી છે. હવે યુવતી બની ગયેલી નમ્રતા માકાણીના દાનથી પ્રભાવિત થઇને ખુદ જિલ્લા કલેકટરે પણ ટ્વીટ કરીને આ વાત જાહેર કરી હતી. કલેકટર પ્રવીણા ડી.કે. પાસેથી મળેલી માહિતી મુજબ 2001ના ભૂકંપમાં ભુજની નમ્રતા ભદ્રસેન માકાણીએ સવા વર્ષની વયે પોતાના માતા-પિતા અને દાદા ભૂકંપમાં ગુમાવ્યા હતાં. કચ્છની ખમીરવંતી આ દીકરીએ પોતાના પોકેટમનીમાંથી 5151ની રકમ પીએમ ફંડમાં અર્પણ કરીને સમાજને બોધપાઠ આપ્યો છે. નમ્રતા સાથે વાત કરવામાં આવતા
Tuesday, April 21, 2020
New