શહેરમાં સહેલ સપાટા કરવા નીકળેલા લોકો સામે પોલીસનો સપાટો , 35 તો ઇવનિંગ વોકર પકડાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, April 16, 2020

શહેરમાં સહેલ સપાટા કરવા નીકળેલા લોકો સામે પોલીસનો સપાટો , 35 તો ઇવનિંગ વોકર પકડાયા

લોકડાઉનના બીજા તબક્કાના પ્રથમ દિવસે ભુજ શહેરમાં વોકિંગ કરવા તેમજ ચબુતરાને દાણા આપવા ગયેલા લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા. શહેર એ-ડિવિઝન પોલીસની ટીમે પ્રમુખસ્વામી અને આઇયા નગર જેવા કોલોની વિસ્તારો પાસેથી વોકિંગ કરવા નીકળેલા 35 લોકોને પકડી પાંજરે પુર્યા હતા. તો જિલ્લાભરમાં લોકડાઉનનો ભંગ કરવા બદલ 115 કેસ જુદા જુદા પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યા હતા. તો વગર કારણે વાહન લઇ નીકળતા કુલ 53 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.પશ્ચિમ કચ્છ પોલીસ કોરોના મહામારીને કારણે જાહેર થયેલા લોકડાઉનના અમલીકરણ માટે સતત પ્રયાસો કરી રહી છે પણ લોકો કયાંક ને કયાંક કોઇ બહાનુ કાઢી બહાર નીકળી જતા હોય છે. છેલ્લા બે દિવસથી આઇયા નગરથી યુનિવર્સિટી સુધી વોકિંગ કરવા માટે નીકળતા શહેરીજનો સીધા પોલીસ મથકે પહોંચ્યા હતા. શહેર એ-ડિવિઝન પોલીસની ટીમ છેલ્લા બે દિવસથી કોલોની વિસ્તારોમાં વોકિંગના બહાને મહાલ્વા નીકળતા લોકો પર તવાઇ બોલાવી દીધી છે. બુધવારે સાંજે પોલીસે 35 લોકોને વોકિંગ કરવા નીકળ્યા હતા ને પકડી લીધા હતા. એક તરફ પોલીસ શહેરીજનોને ઘરમાં રહેવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે, જાહેરનામા ભંગના ગુના તેમજ વાહન ડિટેઇન કરી રહી છે છતાંય શહેરીજનો ગંભીરતા સમજવાને બદલે બહાર નીકળી પડતા હોય છે. જિલ્લાભરમાં લોકડાઉન ભંગના 115 કેસ દાખલ કરવામાં આવ્યા હતા તો 53 વાહન ડિટેઇન કર્યા હતા. ભુજ શહેર અને મુન્દ્રા તેમજ નલીયામાં ડ્રોનથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબીયાને સિનિયર સીટિઝન મહિલા ભચીબેન આમદ પઢીયારે ફોન કરી પોતાને બેંકમા પેન્શન ઉપાડવા જવાનું હોય પણ વાહનની વ્યવસ્થા ન હોવાથી અને ટુ-વ્હીલરમાં પોતે બેસી શકતા ન હોવાની વાત કરી હતી. બુધવારે સવારે પોલીસની ટીમ વૃદ્ધાને તેમના ઘરેથી લઇ બેંકમાં પેન્શન ઉપાડવા લઇ આવી પરત ઘરે મુકયા હતા. સબ સ્ટેશન તેમજ પવનચક્કીની કામગીરી કરતા પરપ્રાંતિય શ્રમીકોને લોકડાઉનના કારણે પરીસ્થિતિને ધ્યાને લઇ શેરડી અને ભોજાય સીમમાં જઇ ગઢશીશા પોલીસે 42 રાશનકીટ વિતરણ કરી હતી. સરકારની અન્ન બ્રહ્મ યોજના હેઠળ માંડવી મામલતદારને વાત કરી ત્યાંથી કીટ મેળવી પોલીસે શ્રમીકોને પહોંચતી કરી હતી.