રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દેશભર સાથે કચ્છમાં પણ લોકડાઉન વચ્ચે નવો અભિગમ અપનાવ્યો છે. આજે જયારે ઘરની બહાર નથી નીકળી શકાતું ત્યારે 2500 સ્વયંસેવકોએ પરિવાર સાથે ઘરમાં જ શાખા લગાવી રહ્યાં છે.અને સામૂહિક કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું. આ સાથે નાત-જાતનો ભેદ જોયા વગર લોકોને મદદ પણ સંઘ પહોંચાડી રહ્યો છે. સામાન્યતઃ સંઘની શાખા ચોક્કસ સંઘસ્થાન પર લાગતી હોય છે. દૈનિક એક કલાકની શાખામાં સ્વયંસેવકો શારીરિક કાર્યક્રમો, સૂર્યનમસ્કાર, રમતગમત, બૌદ્ધિક સત્ર, ગીત, અમૃતવચન અને અંતમાં પ્રાર્થના કરવામાં આવે છે. હાલ લોકડાઉનમાં આ તમામ પ્રવૃતિઓ ઘરમાં જ કરવામાં આવી હતી. આ કાર્યથી પરિવારજનો પણ સંઘકાર્યથી અવગત થયા હતા.આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ કાર્યવાહ જેન્તીભાઇ નાથાણીએ જણાવ્યું કે, કચ્છમાં કુલ 2500 જેટલા કાર્યકર્તાઓના ઘરમાં પરિવાર શાખા લગાવાય છે. જેમાં પરિવાર શાખાના માધ્યમથી દેશભક્તિના પ્રસંગોનું કથન અને તેના પર ચર્ચાઓ, યોગ, પ્રાણાયમ અને સંઘની પ્રાર્થના કરવામાં આવી રહી છે. કચ્છ વિભાગના સંઘચાલક નવીનભાઈ વ્યાસે જણાવ્યું કે,પરિવાર શાખા ઉપરાંત કાર્યકર્તાઓ દ્વારા શાખાના ઉત્સવો પણ ઉજવાઈ રહ્યા છે. આ સાથો સાથ જેમ દરેક મહામારીમાં સંઘ લોકોની પડખે ઉભે છે તેમ જ તે જરૂરતમંદ અને છેવાડાના લોકોને રાશનકીટનું વિતરણ પણ કરાઈ રહ્યું છે. જેમાં આડેસરથી લખપત સુધી પુરા કચ્છમાં આ કાર્ય થઇ રહ્યું
Wednesday, April 22, 2020
New