કોરોના સામે
લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 22 માર્ચે જનતા કર્ફ્યુની અપીલ કરી છે, એટલે કે જનતા દ્વારા
બધુ બંધ રખાશે, લોકો ઘરોમાં જ રહેશે અને કોરોના સામે લડત આપશે, તેના પર પ્રતિક્રિયા
આપતા સીએમ વિજય રૂપાણીએ પણ લોકોને ઘરોમાં જ રહેવા અપીલ કરી છે, તેમને કહ્યું કે આ
દિવસે સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી બધાએ બંધ પાળવાનો છે, બધાએ ઘરોમાં જ રહેવું જોઇએ, જો ઇમરજન્સી હોય તો
જ બહાર નીકળવું જોઇએ, કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે ત્યારે તેનાથી બચવા આ પગલા જરૂરી
છે. ST બસો, BRTS અને AMTS બંધ રહેશે, સાથે જ સાંજે 5 વાગ્યે લોકોએ પોતાના
ઘરોની ગેલરી, બારીઓ કે પછી ઘરના આંગણમાંથી જ થાળી, ઘંટ અને તાળીઓ
વગાડીને એવા લોકોને સન્માન આપવાનું છે કે જેઓ કોરોના સામે લડી રહ્યાં છે, કોરોનાના દર્દીઓની
સેવા કરી રહ્યાં છે અને સતત કામ કરી રહ્યાં છે.સીએમે રાજ્યમાં કોરોના વાઇરસના 2 પોઝિટિવ કેસ હોવાનું
સ્વીકારતા કહ્યું કે કોરોના સામે લડવા તેમની સરકાર બધા જ પ્રયાસ કરી રહી છે, જનતાને પણ તેમને
સાવચેત રહેવા અપીલ કરી છે.
Friday, March 20, 2020
New
