ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, 5 પૉઝિટિવ કેસ નોંધાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, March 20, 2020

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, 5 પૉઝિટિવ કેસ નોંધાયા



દેશભરમાં કોરોનાના 175 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં પછી ગુજરાતાં પણ 5 કેસ પોઝિટિવ આવ્યાં છે, આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરીને આ માહિતી આપી છે, રાજકોટમાં એક અને સુરતમાં એક કેસ પોઝિટિવ છે. મક્કા મદીના ગયેલો એક યુવાન 4 દિવસ પહેલા રાજકોટ આવ્યો હતો અને તે કોરોના પોઝિટિવ છે. તેને રાજકોટ મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે. લંડનથી એક યુવતી સુરત પરત આવી હતી, તે પણ કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે, તેને 16 માર્ચે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, હવે તેનો લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં એક વ્યક્તિ પોઝિટિવ છે, અમદાવાદમાં વિદેશથી આવેલી બે મહિલાઓ કોરોના પોઝિટિવ છે. રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિએ કહ્યું છે કે દર્દીઓની સ્થિતિ સામાન્ય છે અને તેમની મેડિકલ સારવાર થઇ રહી છે. રાજ્યમાં અત્યાર સુધી 125ના સેમ્પલ નેગેટિવ આવ્યાં છે અને વધુ કેટલાક લોકોના રિપોર્ટ બાકી છે. ભારતમાં કોરોનાને કારણે 5 લોકોનાં મોત થયા છે, સરકારે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટો પણ કેન્સલ કરી છે.