કંડલામાં
આવેલી કંપનીમાં ડ્રાઈવરો સાથે માથાકૂટ કરીને ગેટ ઉપર પથ્થરમારો કરનાર તેમજ કંપનીની
અંદર પ્રવેશ કરીને મારામારી કરનાર ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ
ધરી છે. કમલા
પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, કંડલામાં આવેલ એન.પી.પટેલ ઇન્ડિયા પ્રાઇવેટ
લિમિટેડ કંપની ગેટ પર આરોપી ગુલામ, ઈસ્માઈલ
અને આરોપી સગીર ડ્રાઇવર સાથે ઝઘડાઓ કરીને તેમની સાથે મારકૂટ કરે છે અને કંપનીના
ગેટ ઉપર પથ્થરમારો કરીને નુકસાન પહોંચાડ્યું હતું તેમજ ત્રણેય આરોપીઓએ ગેટ ઉપરથી
કૂદીને કંપનીમાં પ્રવેશ કરીને અમને કર્મચારીઓ સાથે મારામારી કરીને ધમકી આપી હતી. આ
અંગે કંપનીના મેનેજર રાજેશભાઈ પોપટભાઈ સોનીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે
આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
Friday, March 20, 2020
New
