ભુજ શહેર
બી ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ
હાથ ધરી રોયલ્ટી ભર્યા વગર રેતી લઈને જતી ૩ ટ્રક ઝડપી પાડી છે. પોલીસે નાના વરનોરા
ગામે રોડ પરથી જીજે-૧૮- યુ-૬૩૬૭ નંબરની રેતી ભરેલી ટ્રક ઝડપી હતી. તો શહેરના
લખુરાઈ ચાર રસ્તા પાસે જીજે-૯-વી-૪૯૮૨ નંબરની એક રેતી ભરેલી ટ્રક પકડી હતી. એ જ
રીતે કુનરીયા ગામ નજીકથી પોલીસે જીજે-૧૨-બીટી-૯૫૦૫ નંબરનું રેતી ભરેલું ડમ્પર ઝડપી
પાડયું હતું. ત્રણેય ટ્રકના ચાલકો પાસે રેતીની રોયલ્ટી ભર્યા અંગેના કોઈ
આધાર-પૂરાવા ના મળતાં પોલીસે ગાડી સીઝ કરી ખાણ-ખનિજ વિભાગને જાણ કરી છે. બીજી તરફ તાલુકાના ખાવડા નજીક નાના
દિનારા ગામે અલેયાવાંઢના તળાવમાંથી પોલીસે ૧૦ હજાર ૮૦૦ રૂપિયાની કિંમતનો ૨૭ બોરી
કોલસો અને ૪ ટ્રેક્ટર ટ્રોલી ભરાય તેટલા ૪ હજારની કિંમતના લાકડા મળી કુલ રૂ.૧૪,૮૦૦ના લાકડાં અને કોલસા જપ્ત કર્યાં છે
પોલીસે નાલેમીઠા ઉમર ઊર્ફે લાલા સમા અને ગની સાધક સમા નામના બે યુવકોના કબ્જામાંથી
આ મુદ્દામાલ કબ્જે કરી અટકાયત કરી છે.
Tuesday, March 3, 2020
New
