ચોટીલામાં કચ્છના પ્રૌઢની મળેલ લાશ એ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાની શંકા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, March 3, 2020

ચોટીલામાં કચ્છના પ્રૌઢની મળેલ લાશ એ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાની શંકા


ભુજ : ગત પંદર દિવસ પહેલાં ૨૨/૨ ના રોજે ચોટીલામાં કચ્છના પ્રૌઢની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળેલ લાશ સંદર્ભે આ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. અખિલ કચ્છ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજે નખત્રાણાના વિથોણ ગામના પ્રૌઢ વેલજી માયારામ ગરવાના મોત અંગે તપાસ કરવા માટે રાજયના પોલીસ વડા તેમ જ સુરેન્દ્રનગરના ડીએસપી, લીંબડી અને ચોટીલાના પોલીસ અધિકારીઓ ને પત્ર લખ્યો છે. મૃતક વેલજીભાઈએ જૂનાગઢ શિવરાત્રિના મેળામાંથી પોતાના ભત્રીજાને કરેલા ફોનમાં અજાણ્યા શખ્સો તેમનો પીછો કરતા હોવાની અને મારી નાખવાની ધમકી આપતા હોવાનું જણાવ્યું હતું. વળી, ચોટીલા ચામુંડા માતાજીના પરિસરમાં નજીવી ઉંચાઈથી તેઓ ઝાડમાં કઈ રીતે ગળે ફાંસો ખાઈ શકે ? એવી શંકા સાથે આ બનાવમાં આત્મહત્યા નહીં પણ હત્યાનો ગુનો દાખલ કરવા માંગણી કરાઈ છે. સમાજના માજી પ્રમુખ ડો. રમેશ ગરવાએ આ પ્રકરણની ઝીણવટભરી તપાસ સાથે દફન કરાયેલ લાશનું પુનઃ પોસ્ટમોર્ટમ કરવા, એફએસએલ દ્વારા તપાસ કરવા પણ પોલીસને જણાવ્યું છે. ચોટીલામાં કચ્છના પ્રૌઢની મળેલ લાશએ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાની શંકા ગત પંદર દિવસ પહેલાં ૨૨/૨ ના રોજે ચોટીલામાં કચ્છના પ્રૌઢની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળેલ લાશ સંદર્ભે આ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. અખિલ કચ્છ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજે નખત્રાણાના વિથોણ ગામના પ્રૌઢ વેલજી માયારામ ગરવા ના મોત અંગે તપાસ કરવા માટે રાજયના પોલીસ વડા તેમ જ સુરેન્દ્રનગરના ડીએસપી, લીંબડી અને ચોટીલાના પોલીસ અધિકારીઓને પત્ર લખ્યો છે. મૃતક વેલજીભાઈએ જૂનાગઢ શિવરાત્રિના મેળામાંથી પોતાના ભત્રીજાને કરેલા ફોનમાં અજાણ્યા શખ્સો તેમનો પીછો કરતા હોવાની અને મારી નાખવાની ધમકી આપતા હોવાનું જણાવ્યું હતું. વળી, ચોટીલા ચામુંડા માતાજીના પરિસરમાં નજીવી ઉંચાઈથી તેઓ ઝાડમાં કઈ રીતે ગળે ફાંસો ખાઈ શકે ? એવી શંકા સાથે આ બનાવમાં આત્મહત્યા નહીં પણ હત્યાનો ગુનો દાખલ કરવા માંગણી કરાઈ છે. સમાજના માજી પ્રમુખ ડો. રમેશ ગરવાએ આ પ્રકરણની ઝીણવટભરી તપાસ સાથે દફન કરાયેલ લાશનું પુનઃ પોસ્ટમોર્ટમ કરવા, એફએસએલ દ્વારા તપાસ કરવા પણ પોલીસને જણાવ્યું છે.