કેડીસીસી કૌભાંડમાં જયંતિ ડુમરા છ દિવસના રિમાન્ડ ઉપર - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, March 4, 2020

કેડીસીસી કૌભાંડમાં જયંતિ ડુમરા છ દિવસના રિમાન્ડ ઉપર







કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક (KDCC BANK) ૧૦૦ કરોડના કોભાંડના મામલે જયંતિ ડુમરાની ધરપકડ બાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે . ગુજરાત સીઆઇડી ક્રાઇમએ કેડીસીસી બેન્ક કૌભાંડના મુખ્ય સૂત્રધાર મનાતા જયંતિ ડુમરાની કરી ધરપકડ કરી હતી. જયંતિ ડુમરા સામે જુદી જુદી મંડળી બનાવી અને બોગસ નામોના આધારે કરોડોનું  કોભાંડ આચર્યું હોવાનો આરોપ છે. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અગાઉ આ કેસમાં CID ક્રાઇમ દ્વારા ૨૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં તપાસ બાદ જયંતિ ડુમરાનું નામ સામે આવ્યું હતું. હાલમાં જયંતિ ડુમરા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ગળપાદર જેલમાં છે ત્યારે આ કેસમાં CID ક્રાઇમએ ગળપાદર જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ભુજ કોર્ટમાં રીમાન્ડ મેળવવા રજૂ કરવામાં આવતા કોર્ટે કેડીસીસી કૌભાંડમાં આરોપી જયંતિ ડુમરાના ૬ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.