
આદિપુરના યુવાનની ટાવેરા ભાડે લઈ જઈને તેને બારોબાર
ગીરવે મૂકીને યુવાન સાથે પાંચ લાખની ઠગાઇ કરનાર શખસ સામે પોલીસે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે. આદિપુર
પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ 3 એ માં
રહેતા જગદીશભાઈ તુલસીભાઈ પરમાર પોતાની કાર જીજે.12.ડીએ.3675 આરોપી
કલ્પેશ ચંદ્રકાંત જોશીને ભાડે આપી હતી જેનું એક લાખ ૪૦ હજાર રૂપિયા ભાડું તો
આરોપીઓ ન ચુકવ્યું પણ ટાવેરા ગાડી અન્ય પાસે ગિરવે મૂકીને આરોપી કલ્પેશ ચંદ્રકાંત
જોશીએ જગદીશભાઈ પરમાર સાથે રૂપિયા પાંચ લાખની ઠગાઈ કરી હતી. ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી
સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.