સસ્તું સોનુ આપવાની લાલચે
૧૭ લાખની ઠગાઈ કરનાર ભુજની ચીટર ગેંગ ઝડપાઇ ગઈ છે. ભુજ બી ડિવિઝન પીઆઇ આર.એન. ખાંટ
અને ટીમે આ ચીટર ગેંગના મુખ્ય સૂત્રધાર નવાબ હારુન ત્રાયા તેમ જ ઇકબાલ મામદ ચૌહાણ, હસન હનીફ નોડેને ઝડપી પાડ્યા છે. આ કામગીરીમાં મહત્વની વાત એ છે
કે, પોલીસે આ ચીટર ગેંગ પાસેથી તમામે તમામ રોકડ રૂ. ૧૭ લાખ
રોકડા ઉપરાંત ઠગાઈમાં વપરાયેલ ક્રેટા કાર કી. રૂ. ૧૩ લાખ એમ કુલ ૩૦ લાખનો
મુદ્દામાલ જપ્ત કર્યો છે. આઈજી સુભાષ ત્રિવેદી અને ડીએસપી સૌરભ તોલંબિયાના
માર્ગદર્શનમાં આ ઠગાઈ કરનાર ચીટર ગેંગ આબાદ પણે તમામ રોકડ સાથે ઝડપાઇ ગઈ હતી. જોકે,
આ બનાવની પોલીસ ફરિયાદ દરમ્યાન અમુક પોલીસ કર્મી દ્વારા સમાધાન
કરવાની વાત અને ચીટર નવાબના બાપ હારુન ત્રાયા દ્વારા ફરિયાદીને કરાયેલા સમજાવટના
પ્રયાસોએ ચકચાર સાથે ચર્ચા સર્જી છે. આવું કરનાર પોલીસ કર્મીઓ ઉપર સજાનો કોરડો પણ
વીંઝાઈ શકે છે. દરમિયાન આ ઠગોએ જો અન્ય કોઈને પણ શિકાર બનાવ્યા હોય તો પોલીસે તેમને
ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરી છે.
Monday, March 9, 2020
New
