ભુજ : કેડીસીસી બેંક કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે અગાઉ ર૬ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પુછપરછમાં મુખ્ય સૂત્રધાર તરીકે જેન્તી ઠક્કર ડુમરાવાળાની ભૂમિકા ખૂલ્લી હતી અને ૭ દિવસ પૂર્વે સીઆઈડી ક્રાઈમે ગળપાદર જેલમાંથી જેન્તી ઠક્કરની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં જેન્તી ડુમરા હાલ જેલમાં છે. સીઆઈડી ક્રાઈમે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ બાબતે સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ અને તપાસનીશ અધિકારી એસ.એન.ચુડાસમાએ જણાવ્યું હતું કે, રિમાન્ડ દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો કબજે કરાયા છે. જેમાં તેના બેંક રેકર્ડ, ભાવેશ મંડળીના ડોક્યુમેન્ટ અને મંડળીની સ્થાપનામાં તેમના ભાઈના ડોક્યુમેન્ટ મેળવવામાં આવ્યા છે. આ આધારોની આ કેસમાં મહત્વની ભૂમિકા રહેશે અને કેસ વધુ મજબૂત બનશે. આજે સીઆઈડી ક્રાઈમે બપોરના સમયે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે, વધુ રિમાન્ડની માંગણી ન કરતા જેન્તીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
Monday, March 9, 2020
New
