આદિપુરમાં પગપાળા જઈ રહેલા સોની વેપારી પાસેથી ૪૫ હજાર સાથેના પાકીટની ચીલઝડપ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, March 9, 2020

આદિપુરમાં પગપાળા જઈ રહેલા સોની વેપારી પાસેથી ૪૫ હજાર સાથેના પાકીટની ચીલઝડપ


આદિપુરમાં ટીબી એક્સ વિસ્તારમાં પગપાળા જઈ રહેલા સોની વેપારી પાસેથી બે અજાણ્યા બાઇક સવાર શખ્સો સાડા ૪૫ હજાર રૂપિયા ભરેલા પાકીટની ચીલઝડપ કરીને નાસી ગયા હતા. બનાવ રાત્રિના સવા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ટીબી એક્સ 20 પાંત્રીસ વાળીમાં રહેતા અને ૬૪ બજારમાં કૃષ્ણ ગોલ્ડ પેલેસ નામની ઝવેરીની દુકાન ધરાવતા ગીરીશભાઈ ધનસુખભાઈ પાટડીયા (ઉ.વ.34) પોતાની દુકાન બંધ કરીને પગપાળા ઘરે આવી રહ્યા હતા ત્યારે ટીબીએક્સ 35 વાળી વિસ્તારમાં એડવોકેટની ઓફિસની બાજુમાં પહોંચી અત્યારે પાછળથી ૨ બાઇક સવાર શખ્સોએ આવીને ગીરીશભાઈ પાટડીયાના ડાબા ખંભા ઉપરથી રૂપિયા 45,500 ની રોકડ સાથેના થેલાની ચીલઝડપ કરીને નાસી ગયા હતા. આ થેલામાં રોકડ રકમની સાથે સાથ તિજોરીની અને દુકાનની ચાવીઓ પણ હતી . રાત્રિના સવા નવ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે આદિપુર પોલીસે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.