રાસાજી ગઢડા-લોદ્રાણી સીમમાંથી આઠ હજાર મેટ્રિક ટન ચાઈનાકલે માટીનો જથ્થો કબ્જે કરાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, March 9, 2020

રાસાજી ગઢડા-લોદ્રાણી સીમમાંથી આઠ હજાર મેટ્રિક ટન ચાઈનાકલે માટીનો જથ્થો કબ્જે કરાયો


રાસાજી ગઢડાની તેમજ લોદ્રાણી અને વરણું સરની સીમમાંથી બાલાસર પોલીસે બિનવારસી હાલતમાં આઠ હજાર મેટ્રિક ટન ચાઈનાકલે માટીનો જથ્થો કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે મામલો ખાણ ખનીજ વિભાગને સોંપ્યો હતો. બાલાસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, મળેલી બાતમીના આધારે પોલીસે રાસાજી ગઢડાની સીમમાં જઈને બિનવારસી હાલતમાં રહેલ 2605 મેટ્રિક ટન ચાઈનાકલે માટી કબજે કરી હતી. ત્યારબાદ લોદ્રાણી અને વરણુંની સીમમાંથી 5432 મેટ્રિક ટન ચાઈનાકલે માટીનો જથ્થો કબજે કર્યો હતો કુલ પોલીસે 8037 મેટ્રિક ટન માટીનો જથ્થો કબજે કરીને આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગને સોંપી દીધી છે.