સામખયારીમાં ખોટા દસ્તાવેજોના આધારે 22 પ્લોટ પચાવીને ઠગાઈ કરનાર પાંચ સામે ફરિયાદ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, March 9, 2020

સામખયારીમાં ખોટા દસ્તાવેજોના આધારે 22 પ્લોટ પચાવીને ઠગાઈ કરનાર પાંચ સામે ફરિયાદ


સામખિયાળીમાં ખોટા દસ્તાવેજ આધાર પુરાવા ના આધારે 22 પ્લોટ પચાવીને ઠગાઈ કરનાર પાંચ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામખયારી પોલીસ મથકે સહદેવભાઈ ખીમજીભાઈ આહીર (રહે.ભરૂચ)એ ફરિયાદ નોંધાવી છે કે, પોતાના પિતા ખીમજીભાઈ આહીરની માનસિક સ્થિતિ બરોબર ન હોય વયોવૃદ્ધ હોવાને કારણે આરોપી નાગજી ખીમજી આહીર, લાલજી ખીમજી આહિર, ટપુ એમ રાઠોડ, એલ.કે. વરચંદ અને પ્રેમજી ખીમજી આહીરએ તેનો લાભ લઇ સામગ્રીમાં આવેલ સર્વે નંબર 519 તથા સર્વે નંબર 520/2 બિનખેતીના 22 પ્લોટ પચાવી પાડ્યા છે ખોટા પાવરનામા ખોટા દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરીને પાવર ઓફ એટર્ની દ્વારા બીપી મિલકતો ખસેડવામાં ખોટા દસ્તાવેજો ઉપયોગ કર્યો છે. આ અંગે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.