નલિયા એર બેઝ પર વીડીયો ગ્રાફી કરનારા ચાર શખ્સોની મોડી રાત્રે ધરપકડ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, March 9, 2020

નલિયા એર બેઝ પર વીડીયો ગ્રાફી કરનારા ચાર શખ્સોની મોડી રાત્રે ધરપકડ

અબડાસા તાલુકાના નલિયા એર બેઝની માહિતી પાકિસ્તાનને પહોંચાડવાની શંકાના મામલામાં ચાર યુવાનોને પકડી પાડવામાં આવ્યા હતા તેઓ સામે ઓફિશીયલ સિક્રેેેટ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત તા.ર૯ જાન્યુઆરીના બપોરે એક વાગ્યાના અરસામાં ચાર વ્યક્તિઓ વાડીની ઓરડી પર ચડીને વાયુદળના પ્રતિબંધિત આંતરીક વિસ્તારમાં અને રડાની ફોટોગ્રાફી કરતા હતા. વાયુદળના વોચ ટાવર પર તૈનાત જવાનોને ધ્યાને આ બાબત આવી હતી. સત્તાવાળાઓએ સ્થળ પર જઈને ચારને બે કેમેરા અને ચાર મોબાઈલ સાથે દબોચી લઈને નલિયા પોલીસના હવાલે કર્યા હતા. આ ઘટનાની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા હાથ ધરવામાં આવી હતી દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં ફોટો પાડીને દેશની સુરક્ષા જોખમાઈ તેમજ યુદ્ધના સમયે જો આ માહિતી દુષ્મન દેશને પહોંચાડાય તો સુરક્ષા જોખમાઈ તેવા ફોટો પાડવાનું એકત્ર કરવાનું ચારેય વ્યક્તિઓએ ગુનાહિત ષડયંત્ર રચ્યુ હોવાના આરોપ સાથે વાયુદળના અધિકારીએ ચારેય સામે ઓફિશીયલ સિક્રેટ એક્ટ ૧૯ર૩ની કલમ ૩ અને ૯ તેમજ આઈપીસી ૧ર૦ બી અને ૧ર૩ હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે. રેલડીયા મંજલના રફીક મામદ હજામ, નુધાતડના અબ્બાસ દાઉદ પઢીયાર, નલિયાના અરબાજ ઈસ્માઈલ સુમરા અને અન્ય એક કિશોરનો સમાવેશ થાય છે. અબ્બાસ અને કિશોર નલિયાની શાળામાં ધો.૮માં અભ્યાસ કરે છે જ્યારે રફીક કોઠારામાં હજામ તરીકે અને અરબાજ નલિયામાં પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે. પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરંભ તોલંબીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, રડાર પાસે જે વ્યક્તિઓને ફોટોગ્રાફી વિડીયોલીધા છે તેના મોબાઈલ કોના કોના સંપર્કો છે તે જાણવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.