રણકાંઠામાં ગેરકાયદે ધમધમતા મીઠાના કારખાના દુર કરવા માંગ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, March 9, 2020

રણકાંઠામાં ગેરકાયદે ધમધમતા મીઠાના કારખાના દુર કરવા માંગ


રાપર મામલતદાર કચેરી ખાતે આવેલી રાપર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરીટીના સભાખંડ મધ્યે પ્રાંત અધિકારી કલ્પેશ કોરડીયાના અધ્યક્ષપદે રાપર ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં ૧૧ જેટલા પ્રશ્રોની રજુઆત કરવામાં આવી હતી. જેમાં ત્રંબૌથી ભીમગુડા વાડી વિસ્તારના રસ્તે ડેમ તુટી ગયો છે તેનું સમારકામ કરવા, તાલુકામાં પ્રાંત અધિકારીના હુકમથી ગૌચર જમીન નકશામાં આવી નથી તે અંગે, ભીમદેવકા ફુલપરાના રણકાંઠામાં હજારો હેકટરમાં ગેરકાયદેસર દબાણો કરી અભ્યારણ્યમાં મીઠાના કારખાનેદારો ધમધમે છે જેને દુર કરવા, ઘુડખર અભ્યારણ્ય રેંજને આદેશ કરવા, પલાંસવા ગામે આડબંધનું કામ નિયમ મુજબ થતો નથી, થોરારીવાંઢ,પારકરાવાંઢના પાણી સમસ્યા, કલ્યાણપર દેશલપરમાં ૬૬ કે.વી.સબ સ્ટશન ને ૨૦૧૭માં મંજુરી મળી હોવા છતા કોઈ કાર્યવાહી થઈ  નથી. ખોડીયાર વાંઢમાં શિક્ષકની નિમણુંક કરવામાં આવે તે સહિતના પ્રશ્રોની રજુઆત કરવામાં આવી હતી. બેઠકમાં રાપર મામલતદાર એચ.જી.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી,ચીફ ઓફિસર, પીએસઆઈ, સહિત મહેસુલ, પંચાયત, જળ સિંચન સહિતના તમામના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.