આજે સાંજે 6:45થી 7:33 સુધી હોળી પ્રાગટય માટે શુભ
મુહૂર્ત છે. રાત્રે 11:19 બાદ હોળાષ્ટકની સમાપ્તિ થશે જ્યારે મંગળવારે રંગ-ઉલ્લાસના પર્વ
ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. હોળી-ધૂળેટીના પર્વનું એક આગવું મહત્વ
છે. આ પર્વમાં કટ્ટર શત્રૂ સાથે પણ રાગ-દ્વેષ ભૂલાવીને તેને અબીલ-ગુલાલના માધ્યમથી
સ્નેહના રંગમાં રંગી દેવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર
ધારણ કરીને ભગવાન પ્રહલાદનું રક્ષણ કર્યું હતું. જેની સાથે આ આસુરી વૃતિઓનો નાશ
થયો હતો અને આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને આદિ-અનાદિકાળથી સમગ્ર ભારતમાં અનેક ઔષધિય
ગુણધર્મ ધરાવતા લાકડા, ગાયનું છાણ, હવનમાં ઉપયોગમાં લેવાતા અન્ય ઔષધો
દ્વારા હોળી પ્રગટાવાય છે, તેનું
પૂજન-અર્ચન કરાય છે. કુમકુમ-ધાણી-ચોખા-કાચી કેરી-શ્રીફળ-કપૂર-લવિંગ-ખજૂર-અનાજ તેમજ
પાણીના કળશથી પાંચ કે સાત ફેરા ફરીને આ તમામ સામગ્રી સાથે પૂજન કરાય છે.
પ્રદક્ષિણા વખતે 'ઓમ્
વિષ્ણવે નમ: ' મંત્રનો
જાપ કરવાનો મહિમા છે. હોળીનો તાપ ખાસ લેવામાં આવે છે જેનાથી આપણી તંદુરસ્તી જળવાઇ
રહે છે. હિંદુ પંચાગ મુજબ હોળી વર્ષનો અંતિમ તહેવાર છે.
કેમકે, સનાતન ધર્મ અનુસાર ચૈત્ર મહિનાથી હિંદુ નવ
વર્ષનો પ્રારંભ થાય છે.
Monday, March 9, 2020
New
