કચ્છના માતાના મઢની જમીન મામલે ઇસરોનો દાવો , બેસાલ્ટ ટેરેઈનમાં જેરોસાઇટ ધરાવતુ દુનિયાનું પ્રથમ સ્થળ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, March 7, 2020

કચ્છના માતાના મઢની જમીન મામલે ઇસરોનો દાવો , બેસાલ્ટ ટેરેઈનમાં જેરોસાઇટ ધરાવતુ દુનિયાનું પ્રથમ સ્થળ



કચ્છના માતાના મઢની જમીન મામલે ઇસરોએ દાવો કે, મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાનામઢમાં મળી આવ્યું છે, જે સાબિત કરે છે કે આ જમીન મંગળગ્રહ જેવી જ છે. જેના પગલે હવે દેશની નામાંકિત સંસ્થાના વૈજ્ઞાનિકો આ વિષય પર વધુ સંશોધન કરશે. વૈજ્ઞાનિકોએ દાવો એવો પણ છે કે, બેસાલ્ટ ટેરેઈનમાં પૃથ્વી પર માતાનામઢ એક માત્ર એવું સ્થળ છે જ્યાં જેરોસાઇટ મળી આવ્યું છે. આઈ.આઈ.ટી, ખડગપુર સ્પેશ, ઈસરો અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે તેવું જાણવા મળ્યું છે. આ સંશોધનથી તેઓ મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફાર કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા હતા, તેના સંશોધન માટે કામ લાગશે. નાસાના વિજ્ઞાનિકો તાજેતરમાં જ અહીં આવ્યા હતા. માતાના મઢની જમીન મંગળ ગ્રહ જેવી હોવાનો દાવો હાઈડ્રોસ સલ્ફેટ ઓફ પોટેશિયમ અને લોહતત્વના ઘટકોથી જેરોસાઇટથી બનેલી છે. સેન્ટ લુઈસ સ્થિત વોશિંગટન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એવુંપણ કહ્યું છે કે, માતાનામઢની જગ્યા એ મંગળ ગ્રહની બેસ્ટ મિનરોલોજી એનાલોગ છે.