જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગત
વર્ષે થયેલા આતંકવાદી હુમલાને લઇને મોટો ખુલાસો થયો છે. આતંકી હુમલામાં ઉપયોગમાં
લેવાયેલા ઇમ્પોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ બનાવવા માટે જે કેમિકલ વપરાયું હતું તેને
એમેઝોન (Amazon)માંથી ઓનલાઇન મંગાવવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં
કુલ 5 લોકોની ધરપકડ
આ મામલે
એનઆઇએએ એમેઝોન (Amazon)ની મદદથી 19 વર્ષીય વાઇઝ-ઉલ-ઇસ્લામ અને 32 વર્ષીય મોહમ્મદ અબ્બાસની ધરપકડ
કરી છે. વાઈઝ શ્રીનગર અને અબ્બાસ પુલવામાના હાકરીપોરાનો રહેવાસી છે. આમ પુલવામા
હુમલાને લઈને અત્યાર સુધીમાં કુલ 5 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તાજેતરમાં જ એનઆઈએ એ
હાકરીપોરામાંથી પિતા-પુત્રીની ધરપકડ કરી હતી. તેમના પર આરોપીઓને શરણ આપવાનો આરોપ
છે.
Amazonમાંથી ઓર્ડર કર્યા બાદ શું થયું ?
એનઆઈએના
પ્રવક્તાના જણાવ્યા મુજબ શરૂઆતની પૂછપરછમાં વાઇઝે કબુલ્યું છે કે તેમણે એમેઝોન(Amazon)
માંથી
કેમિકલનો ઓર્ડર કર્યો હતો. તેના પર આઈડી બનાવીને બેટરી અને અન્ય સામાન પણ
મંગાવવામાં આવ્યો હતો. તેના માટે પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને નિર્દેશ
આપ્યા હતા. એમેઝોનમાંથી આઈટમ મંગાવવામાં આવ્યા બાદ વાઈઝે તેને જૈશના આતંકીઓને
સુપરત કરી હતી.
