મોમાઈમોરા
ચોબારીમાં ધુળેટીના દિવસે યુવાન ઉપર કાર ચડાવી ને હત્યા નીપજાવી હતી. નોંધાવેલી
ફરિયાદમાં અગાઉ ડ્રાઇવિંગ બાબતે થયેલા મનદુઃખના કારણે કારચાલકે યુવાનો પર કાર
ચઢાવી હત્યા કરી હોવાનું નોંધાયુ છે. પોલીસે કારચાલક આરોપી સામે ગુનો નોંધીને તપાસ
શરૂ કરી છે. ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું
કે, ચોબારીના
મોમાઈમોરા વિસ્તારમાં રહેતા માધાભાઈ ખુમાણભાઈ મેરીયા ધુળેટીના દિવસે તેમના ઘર પાસે
દીકરા સાથે ઉભા હતા ત્યારે આરોપી કાર નંબર MH.01.PA.9740ના ચાલક રમેશ ભૂરા વરચંદ આહીરએ પોતાની કાર મનફરા ગામ તરફના રોડ ઉપર પૂર ઝડપે
ચલાવીને માધાભાઈ ખુમાણભાઇ મેરીયા ઉપર ચડાવી દઇને તેમને ગંભીર ઈજા પહોંચાડતા તેમનું
મૃત્યુ નિપજ્યું હતું. આરોપી કારચાલકે કાર માધાભાઈ ઉપર ચડાવીને મારી નાખ્યો કેમ કઈ
જાતિ અપમાનીત શબ્દો કહ્યા હતા. આ અંગે ભોગ બનનારના ભત્રીજા ચંદુલાલ ભીખાભાઈ મેરીયાએ
નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે, આરોપી રમેશ ભૂરા વરચંદ સાથે અગાઉ ડ્રાઇવિંગ
બાબતે કાકા માધાભાઈ ખુમાણભાઈ મેરીયાને મનદુ:ખ થયું હતું. જેના પગલે આરોપી કારચાલક રમેશ
ભૂરા વચન દે કાકા માધાભાઈ ઉપર કાર ચડાવીને તેમની હત્યા કરી દીધી છે. કાર ચડાવ્યા
બાદ મારી નાખ્યો જેવા શબ્દો બોલીને જાતિ અપમાનીત શબ્દો કહ્યા હતા. આ અંગે પોલીસે
આરોપી સામે 302 સહિતની કલમો તળે
ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Wednesday, March 11, 2020
New
