જખૌમાં ટગમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ : નવ શખ્સો સામે ગુનો નોંધાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, March 11, 2020

જખૌમાં ટગમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ : નવ શખ્સો સામે ગુનો નોંધાયો



જખૌના દરિયામાં ટગમાંથી ડીઝલ ચોરી કરીને માછીમારોને સસ્તા ભાવે વેચવાના કૌભાંડમાં પર્દાફાશ થયા બાદ પોલીસે નવ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડી પાડયા હતા અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જખૌ મરીન પોલીસ એ વિગતો આપતા જણાવ્યું હતું કે જખૌ ના દરિયામાં જેટી ઉપર લાંગરેલી સાગર અલ શહેનશાહ નામની બોટમાંથી 200 200 લીટર ડીઝલ ભરેલા ૮ બેરલ મળી આવ્યા હતા. કુલ એક લાખ સાત હજાર કિંમતનું 1600 લીટર ડીઝલ સાથે ટંડેલ જાકુ ઓસમાણ ભગાડ, સુલેમાન જુસબ સુભણીયા, ઇબ્રાહિમ ઉંમર સંધાર મૂર્તિપૂજા સલીમ સંધાર મહેબૂબ અકબર સંધાર ને અટકાયત કરીને પૂછપરછ કરતા વીર કૈલાશ ટગના મુન્ના કુમાર રાય એ આ જથ્થો વેચીયો  હોવાની કબૂલાત આપી હતી મુન્ના કુમારે 2 હજાર લીટર ડીઝલ ચોરી કરીને જાકુબ ઓસમાન ભગાડને સસ્તા ભાવે આપી તેની સાથેના અન્ય ત્રણ ખલાસીઓ મુકેશકુમાર સુભાષ રાય હરીન્દ્ર હીરા કુમાર બીપુલ મોહન ચંદ્ર રાય સાથે રૂપિયાની ભાગ બટાઈ કરી લીધી હતી પોલીસે આ મામલામાં ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આગળની કાર્યવાહી મરીન પોલીસે હાથ ધરી હતી.