ભુજ : માંડવીના શિરવા ગામે જમીનના વિવાદના કારણે થયેલ હુમલાના
બનાવમાં એકની હત્યા થઈ હતી તો અન્ય એકની હાલત ગંભીર છે. સરકારી જમીન પર ઘેટા બકરા
માટે વાડો બનાવવાના મુદ્દે થયેલ બોલાચાલી લોહિયાળ બનાવમાં પરિણમી હતી. જેમાં શિરવા ગામના
અબ્દુલા ઉંમર પઢીયાર, મામદ હાજી જાકબ પઢીયાર,ઙ્ગ સુલતાન રમઝાન જાકબે ઘાતક હથિયારો
વડે અબ્બાસ સત્તાર શીરૂ અને તેના પુત્ર રહીમ અબ્બાસ શીરૂ પર જીવલેણ હુમલો કર્યો
હતો. ઉગ્ર બોલાચાલી સાથે શરૂ થયેલા ઝઘડામાં અબ્બાસ સત્તાર શીરૂની ઘાતકી હત્યા કરાઈ
હતી. જયારે રહીમ જીવલેણ ઈજાઓ સાથે બચી ગયો હતો. ખૂનના આ બનાવે
માંડવી પંથકમાં સનસનાટી સર્જી હતી. પોલીસે ઇજાગ્રસ્ત રહીમની ફરિયાદ નોંધી
શિરવામાં ઘટના સ્થળે કડક બંદોબસ્ત ગોઠવીને હુમલાખોરોની ધરપકડ કરવા કવાયત હાથ ધરી
છે.
Wednesday, March 11, 2020
New
