નખત્રાણા
તાલુકાના કલ્યાણપરના વેપારી સાથે પહેલા ગ્રાહક બનીને વિદેશી ઓઈલ મંગાવવાનું
કહ્યા બાદ આરોપીએ ખુદ ખોટા વેપારી બનીને રૂપિયા બે લાખ
બાવન હજારની ઠગાઈ કરતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ભુજ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું
કે, નખત્રાણા
તાલુકાના કલ્યાણપરમાં રહેતા અને મિરઝાપર ખાતે સુખપર રોડ ઉપર લાભ એન્ટરપ્રાઇઝ નામની
પ્લમ્બિંગના સરસામાનની દુકાન ધરાવતા જીતેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ વાલાણી (ઉ.વ.27)ને આરોપી
ઉમેશ મંગલા યાદવએ મોબાઇલ ફોન તેમજ ઈ-મેલ દ્વારા જીતેન્દ્રભાઈ વાલાણીનો સંપર્ક
કરીને વિદેશી રામોટોનિક કયુએક્સ 9 નામનું ઓઇલ
મંગાવવાનું કહ્યું હતું અને તે પાંચ લાખમાં ખરીદશે તેવી લાલચ આપી હતી ત્યારબાદ
આરોપી ઉમેશ યાદવએ ખુદ ખોટા વેપારી બનીને જીતેન્દ્રભાઈ વાલીને મધ જેવું પ્રવાહી
વેચ્યું હતું જેની કિંમત બે લાખ બાવન હજાર થતી હતી. બાદમાં
જીતેન્દ્ર વાલાની પાસેથી તેમણે ઓઇલ ન ખરીદી અને રૂપિયા પરત ન આપ્યા અને રૂપિયા 2.52 લાખની ઠગાઈ કરી હતી. પોલીસે આરોપી ઉમેશ
મંગલા યાદવ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Friday, March 13, 2020
New
