ગાંધીધામ
તાલુકાના અંતરજાળમાં રાજવીનગર વિસ્તારમાં ઝુંપડપટ્ટી
પાસે ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા
પાંચ શખ્સોને બે લાખની રોકડ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. આદિપુર પોલીસે જણાવ્યું હતું કે, રાજવી નગર
વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટી પાસે ગંજીપાનો હારજીતનો જુગાર રમતા ધીરજ સામત મયાત્રા, વાલા નારણ મરંડ, કૈલાસ અરજણ
મયાત્રા, કિશોર ગગુ
આહીર અને સંભુ રાજા આહીરને રોકડા રૂપિયા ૨,૦૨,૪૩૦ સાથે ઝડપી
પાડયા હતા અને પોલીસે મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ
વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
Friday, March 13, 2020
New
