અંજાર તાલુકાના
વીડીમાં રહેતા
યુવાનને બજાજ ફાઇનાન્સ લોન ક્રેડિટ કાર્ડ આપવાની લાલચ આપીને ઓનલાઈન ફોર્મ ભરવા
માટે કાર્યવાહી કરાવી અને રૂપિયા દસની ફી માટે ટ્રાન્જેક્શન કરાવ્યા બાદ બે
ટ્રાન્જેક્શન ફેલ થતા યુવાનના ખાતામાંથી સાત હજાર રૂપિયા ઉપડી ગયા હતા જેના પગલે
યુવાનને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ઠગાઈની
ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, વીડીમાં રહેતા
સત્યેન્દ્ર નાનજી હડિયા (ઉ.વ.32)ને અલગ અલગ
નંબરથી ફોન કરનાર અજાણ્યા શખ્સે ફોન કરીને વોટ્સએપ મારફતે વાતચીત કરી સત્યેન્દ્રભાઈને
વિશ્વાસમાં લઈ અને ઈન્દુસ બેંકના ક્રેડિટ કાર્ડ ઉપર બજાજ ફાઇનાન્સ લોન ક્રેડિટ
કાર્ડ મળી જશે તેવી લાલચ આપી પાનકાર્ડ સહિતની માહિતી લઈ એક લિંક મૂકી હતી જેની ઉપર
ફોર્મ ભરી રૂપિયા દસનો ટ્રાન્જેક્શન કરવા માટે કહ્યું હતું અને સત્યેન્દ્ર હડિયા એ
બે વખત ટ્રાન્જેક્શન કર્યું હતું અને બંને
ટ્રાન્જેક્શન ફેલ ગયા હતા જેની તપાસ કરતા સત્યેન્દ્ર
હડિયાના ક્રેડિટ કાર્ડ માંથી બે વખત થયેલા ટ્રાન્ઝેક્શનમાં કુલ ૫૯,૯૯૮ રૂપિયા ઉપડી ગયા હતા અને છેતરપિંડી કરવામાં
આવી હતી. આ અંગે તેમણે પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે
ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Friday, March 13, 2020
New
