ગાંધીધામ
તાલુકાના ગળપાદર રોડ ઉપર આહિર સમાજવાડીના ગેટ પાસે બે જણા બાઇક સવાર શખ્સોએ આવીને
મોપેડ પર જઈ રહેલા મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરીને નાસી ગયા હતા
પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા
જણાવ્યું હતું કે, વરસામેડીમાં
રહેતા પુષ્પાબેન વસનદાસ ઠક્કર (ઉ.વ.૫૫) તેના પુત્ર હર્ષ સાથે મોપેડ ઉપર દીકરીના ઘરેથી ભરત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે
આર્મી ગેટથી ગળપાદર જતા રોડ ઉપર આહિર સમાજવાડી પાસે પાછળથી આવેલા બે અજાણ્યા
શખ્સોએ પુષ્પાબેન ગળામાંથી ૩૫ હજારની કિંમતની સોનાની ચેનની ચીલઝડપ કરીને નાસી ગયા
હતા. આ અંગે તેમણે ગાંધીધામ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે બે
અજાણ્યા બાઇક સવાર શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Friday, March 13, 2020
New
