ભુજના તાલુકાના માધાપર ગામે નજીવી બાબતે બે યુવકો પર છરી વડે હુમલો કરવામાં
આવ્યો હતો. આ હુમલામાં એક યુવાનનું મોત થયું હતું. માધાપર ગામે બસ સ્ટેન્ડ નજીક મસ્જિદના દરવાજા પાસે આજે બપોરે ચારેક
વાગ્યાના સુમારે આ લોહિયાળ અને જીવલેણ હુમલાની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર માધાપર ગામે નજીવી બાબતે તેમજ અનાય એક યુવાનને ગંભીર ઇજા થતાં
તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ભુજ બી
ડિવિઝન પોલિસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો. છરી વડે હુમલો કરતા બાવીસ વર્ષની વયના રામજી પ્રેમજી જોગીનું મૃત્યુ થયું
હતું. જયારે કેતન ભવાન જોગી (ઉ.વ.25) જખ્મી થયો હતો. હુમલો કરનારો ઇમરાન મામદ સમા બનાવ બાદ નાસી ગયો હતો. તેને
પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરાયાં છે. છરીના ઘા થકી ઘાયલ થયેલા રામજી જોગી
અને કેતન જોગીને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલે ખસેડયા હતા. જયાં ચાલુ સારવારે
રામજીએ દમ તોડતા હુમલાનો આ કિસ્સો ખૂન તરીકે સામે આવ્યો હતો. પોલીસ સમક્ષ
લખાવાયેલી પ્રાથમિક વિગતો અનુસાર રામજી અને કેતન તથા હુમલો કરનાર ઇમરાન ત્રણેય મિત્ર
છે. રસ્તામાં વાતચીત દરમ્યાન ઇમરાનના ભાઇ સાથે અગાઉ રામજીને થયેલા ઝઘડા વિશેની
ચર્ચાને લઇને ઇમરાને તમે બન્ને બહુ હોંશિયારી કરો છો તેમ કહીને પોતા પાસેની છરી
કાઢીને બન્નેને છરીનો એક-એક ઘા માર્યો હતો. મરનાર રામજીને ચાર દીકરી અને એક દીકરો
છે. તેને છરીનો પેટમાં જીવલેણ ઘા થયો હતો. જયારે કેતનને બગલના ભાગે છરીનો ઘા
વાગ્યો હતો. બનાવની જાણ થતા ભુજ શહેર બી.
ડિવિઝન પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી.
Friday, March 13, 2020
New
