ભુજ શહેરમાં આવેલી એક ખાનગી હોટલમાં કામ કરતા ત્રણેક પરપ્રાંતિય કર્મચારીઓમાં કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બીજી તરફ સંવેદનશીલ એવી આ બાબતે ખાનગી રાહે તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. જો કે આ ત્રણેય કેસો શંકાસ્પદ છે, તેના રિપોર્ટ નેગેટીવ પણ હોઈ શકે છે. આ અંગેની મળતી વિગતો અનુસાર ભુજ શહેરના એરપોર્ટ રીંગ રોડ પર આવેલી એક મોટી ખાનગી હોટલમાં ઘણાબધા પરપ્રાંતિક કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ પૈકી ત્રણેક કામદારોમાં કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાતા મેનેજમેન્ટ દ્વારા ત્રણેય કર્મચારીઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ આ તમામને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ આરોગ્ય વિભાગે પણ ખાનગી રાહે તકેદારીના પગલા લેવાનું ચાલું કરી દીધું છે.
Thursday, March 12, 2020
New
