ગુજરાતમાં 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર આરોપી પકડાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, March 12, 2020

ગુજરાતમાં 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર આરોપી પકડાયો



મોટા ભાગના લોકો બેંકમાંથી લોન મેળવવાની અને વિદેશ જવાની લાલચમાં આવીને છેતરાતા હોય છે અને તેમને પોતાના હજારો કે લાખો રૂપિયા ગુમાવવાનો વારો છે ત્યારે વડોદરાની સાવલી તાલુકા પોલીસને એક કંપનીને 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર આરોપીની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. આરોપીએ કંપનીના માલિકોને 100 કરોડ રૂપિયાની લોન અપાવવાની લાલચ આપીને નાણા પડાવીને તેમની સાથે 100 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હતી. રિપોર્ટ અનુસાર વડોદરાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર GIDCમાં મનપસંદ બેવરેજીસ લીમીટેડ નામની કંપની આર્થિક ભીંસમાં હતી. કંપની આર્થિક ભીંસમાં હોવાનો લાભ ઉઠાવીને વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા પવન રાઠી નામના શખ્શે કંપનીના માલિકોનો સંપર્ક કર્યો હતો અને કંપનીને ભીંસમાંથી બહાર કાઢવા માટે 100 કરોડ રૂપિયાની લોન ફિનક્વિસ્ત ફાઇનાન્સિયલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાંથી અપાવવા માટે કહ્યું હતું. કંપનીના માલિકો પવનની વાતમાં આવી ગયા હતા અને પવન લોનના બહાને માલિકો પાસેથી અવારનવાર પૈસા પડાવતો હતો. પવને કંપની સાથે 100 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની જાણ થતા જ મનપસંદ બેવરેજીસના માલિકોએ પવનની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. પવનને તેની સામે પોલીસ ફરિયાદ થઇ હોવાની માહિતી મળતા તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે પવનની અલગ-અલગ જગ્યાઓ પર શોધખોળ કરી પરંતુ તે મળી આવ્યો નહોતો. આ ઘટનાના ચાર મહિના પછી ક્રાઈમ બ્રાંચને પવન તેના ઘરે હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાંચની ટીમે પવન ઘરે છાપો મારીને પવનની તેની પત્નીની સામે ધરપકડ કરી હતી અને ત્યારબાદ ભાદરવા પોલીસને સોંપ્યો હતો.