માંડવી
તાલુકાના શિરવા ગામે મફતનગરમાં ઘેટા - બકરાના વાડા મુદ્દે થયેલા ઝઘડામાં પ્રૌઢ ની
હત્યા કરી દેવામાં આવી છે અને તેના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર તળે ખસેડવામાં
આવ્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. માંડવી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, શિરવા ગામે
ધોરી માર્ગ નજીક ઘેટા - બકરા રાખવા માટેના વાડાના મામલે લાકડી ટામી અને કુહાડી
જેવા ઘાતક હથિયારોથી મારામારી થતા ગુલામ જાકબ શિરું (ઉ.વ.55)ની હત્યા
કરી દેવામાં આવી હતી. આરોપી મામદ હાજી જાકબ પઢીયાર, અસલમ સતાર શિરું, અબ્દુલ્લા ઉર્ફે ઇભલા ઉમર જાકબ પઢીયાર અને
સુલતાન રમજાન હાજી જાકબ ધરપકડ પોલીસે કરી લીધી હતી. હત્યાકાંડમાં પિતાની હત્યા થઈ
હતી અને પુત્ર રહીમ સારવાર
માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘેટા - બકરાનો વાડો લોહિયાળ બન્યો હતો. આ
હત્યાકાંડમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે, સામા પક્ષે સુલતાન રમજાન પઢિયારે ફરિયાદ
નોંધાવી છે કે, ગુલામ
સીરુ અને રહીમ ગુલામ શિરુંએ ઘાતક હથિયારોથી હુમલો
કરીને ઈજાઓ પહોંચાડી હતી પોલીસે સામસામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી
છે.
Thursday, March 12, 2020
New
