અબડાસા
તાલુકાના કોઠારામાં ધોરી માર્ગ ઉપર કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બે
યુવાનોના મૃત્યુ નિપજયા હતા. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોઠારા પોલીસમાંથી મળતી વિગતો મુજબ કોઠારામાં ધોરીમાર્ગ ઉપર બપોરના અરસામાં કાર નંબર
જીજે. 12. ડીએમ. 6010 ચાલકે પૂરઝડપે
બેદરકારીથી કાર ચલાવીને બાઇક નંબર જીજે. 12. સીએચ. 4105 સાથે અટકાવતા જગડિયા ગામના જેઠાભાઇ
ખીમજીભાઈ સીજુ (ઉ.વ.22) અને ત્રંબોના
રાજેશભાઈ લખુભાઇ ખોખર (ઉ.વ.23)ના ગંભીર હાલતમાં મૃત્યુ નિપજયા હતા. ધુળેટી
હોવાથી માંડવી ફરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે કોઠારા પાસે આ જીવલેણ
અકસ્માત સર્જાયો હતો અને બંને યુવાનો કાળનો કોળીયો બન્યા હતા. પોલીસે કાર ચાલક
સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Thursday, March 12, 2020
New
