ગાંધીધામ
તાલુકાના શિણાયમાં ગામ બહારના લોકો જુગાર રમતા હોય પોલીસને બોલાવનાર યુવાનને બે શખ્સોએ
માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આદિપુર
પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શિણાય ગામમાં બહારના લોકો જુગાર રમતા હોય
ભરતભાઈ દેવજીભાઈ બલદાણીયાએ પોલીસને બોલાવી હતી જેનું
મનદુખ રાખીને આરોપી રમેશ વાસણ હડિયા અને બીપીન વાસણ હડિયાએ તે શું કામ પોલીસ
બોલાવી હતી તેમ કહીને લાકડીથી હુમલો કરીને મારમાર્યો હતો. ભગવાન ના રે નોંધાવેલી
ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Thursday, March 12, 2020
New
