ભુજ તાલુકાના
માધાપર ગામે બનેલા હત્યા અને હુમલાના બનાવમાં સંડોવાયેલા આરોપીની પોલીસે ઝડપી
પાડયો છે ભુજ તાલુકાના માધાપર ગામે મિત્ર રામજી જોગીની હત્યા નીપજાવી હતી જ્યારે
અન્ય કેતન જોગીને પણ ઈજાઓ પહોંચાડી હતી આ ગુનામાં સંડોવાયેલ આરોપી ઇમરાન મામદ
સમાને પોલીસે મકડા ગામેથી ઝડપી પાડયો હોવાનું જાણવા મળે છે. આ બનાવની વિગતો મુજબ માધાપરમાં બનેલા હત્યાના
બનાવ બાદ આરોપીને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આરોપી ઈમરાન ને
ઝડપી પાડવા માટે પોલીસે ભુજ સહિત નજીકના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી જેમાં ભુજ
પોલીસને આરોપી ઇમરાનને માંડવી તાલુકાના મકડા ગામની સીમમાંથી ઝડપી પાડવામાં સફળતા
મળી હતી પોલીસે આરોપીને ઝડપી પાડી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે અને હત્યામાં
વપરાયેલા સાધનો અને મુદ્દામાલ કબજે લેવા માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે.
Saturday, March 14, 2020
New
