ભચાઉ
તાલુકાના ચિરઈ ગામથી લુણવા
જતાં માર્ગ પર મોટરસાયકલ પર જતા ત્રણ યુવાનો પર સ્કોર્પિયો ગાડી ચડાવી દઈ ટક્કર
મારી જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની મળતી વિગતો મુજબ ચિરઈથી લુણવા જતા માર્ગ પર ફરિયાદી ભાવેશભાઈ
મોતીભાઈ વાકરૂ, હરેશ બાબુ કોલી
અને દિનેશ બાપુ કોલી પોતાની મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે પાછળથી સફેદ કલરની
સ્કોર્પિયો કાર આવી
મોટરસાયકલને ટક્કર મારી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે આ અંગે
ફરિયાદમાં આરોપી રામદેવસિંહ ઉર્ફે ડકુ જાડેજા, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, બાવલા
બીજલ કોલી, કાનજી
માલા કોળી વિરુધ્ધ ગુનો નોંધાવતા પોલીસે ચાર શખસો વિરુધ્ધ 307 સહિતની કલમો હેઠળ જીવલેણ હુમલોનો ગુનો
નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં
ભાવેશભાઈ હરેશભાઈ અને દિનેશભાઈને હાથ-પગ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ
ઇજાગ્રસ્ત યુવાનને દારૂની બાતમી આપી હોવાની આશંકા રાખી હુમલો કરાયો હોવાનું
ફરિયાદમાં જણાવ્યું છે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર ભચાઉ હોસ્પિટલમાં આપ્યા બાદ
વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ અંગે પોલીસે
ગુનો નોંધી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
Saturday, March 14, 2020
New
