આદિપુરમાં લોભામણી સ્કીમ હેઠળ લોકોને ઠગનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, March 6, 2020

આદિપુરમાં લોભામણી સ્કીમ હેઠળ લોકોને ઠગનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ


આદિપુર 64 બજારમાં આવેલ કુમાર એન્ટરપ્રાઇઝ ના જવાબદારોએ જય ભગવાન મિત્ર મંડળ નામની લોભામણી સ્કીમ કાઢીને લોકો પાસેથી રૂપિયા ખર્ચ કર્યા બાદ ભારતના આપીને ઠગાઈ કરનાર ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આદિપુર 64 બજારમાં કુમાર એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે તેમના માલિક-ઓનર કુમાર ઉર્ફે  સુરેશ ગોવિંદરામ આસવાણી એ જય ભગવાન મિત્ર મંડળ નામની લોભામણી સ્કીમ શરૂ કરીને લોકોને રૂપિયા રોકવાનું કઈ ને કુમાર આશવાણી, દેવજી રામજી આહીર અને અરવિંદ ઉર્ફે વાસુ સુંદરદાસ જિનવાની એ લોકોને વિશ્વાસમાં લઈ આ સ્કીમમાં રૂપિયા ઉઘરાવ્યા હતા અને ડ્રો લાગે તો ૫૫ હજાર રૂપિયા રોકડા આપી દેવાના નહિતર છેલ્લે આ રોકડ રકમ આપવાની વાત કરી હતી જેના પગલે રીતેશભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ એ આ સ્કીમ હેઠળ દર મહિને પંદરસો રૂપિયાના હપ્તા ભરી ને રૂપિયા રૂપિયા હતા સ્કીમ પૂરી થાય પણ હજુ સુધી તેઓને 55 હજાર રૂપિયા મળ્યા નથી અને આ ત્રણેય શખ્સો તેમની સાથે ઠગાઇ કરી  છે ભોગ બનનાર રીતેશભાઈ પરસોતમભાઈ પ્રજાપતિ એ નોંધાવેલી ફરિયાદના આધારે આદિપુર પોલીસે આ ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.