નખત્રાણા તાલુકાના કોટડા રોહામાં રહેતી યુવતીને વોટ્સએપ ઉપર તમને કેબીસીમાં 25 લાખનું
ઈનામ લાગ્યું છે તેવો ફોન કરી તેમ કહીને પિન કોડ તોડવા માટે 64 હજાર ભરવા પડશે તેવું કંઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં
રૂપિયા જમા કરાવીને છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસ
સૂત્રોએ વિગતો આપતા કહ્યું હતું કે, કોટડા રોહા રહેતા હંસાબેન ફકીરભાઈ કોલીને વોટ્સએપ ઉપર એક કોલ આવ્યો હતો તો તેમાં તમને કેબીસીમાં 25 લાખનું ઈનામ લાગ્યું છે તેમ કહ્યું હતું આ પૈસા તમારા
ખાતામાં જમા કરાવવાના છે પણ તે પહેલા તેનો પિન કોડ તોડવવો જરૂરી છે જેના માટે ૩૫ હજાર રૂપિયા ભરવા પડશે તેમ
કહીને અલગ અલગ એકાઉન્ટ નંબરમાં 35000 ભર્યાં
બાદ હંસાબેન અન્ય અલગ અલગ એકાઉન્ટમાં કુલ ૬૪ હજાર રૂપિયા ભરી દીધા હતા ત્યાર પછી
સામેથી કોઈ ફોન કોલ ન આવ્યો અને બેંક એકાઉન્ટમાં જમા ન થતા
છેતરપિંડી થયું હોવાનું બહાર આવ્યું હતું અને આ મામલે તેમણે પોલીસને લેખિત ફરિયાદ
કર્યા બાદ વિધિવત રીતે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.
Friday, March 6, 2020
New
