ભુજ બોર્ડર વિંગનો હવાલદાર મેજર કે.જી. સોઢા ૧૮૦૦ની લાંચ લેતા ઝડપાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, March 14, 2020

ભુજ બોર્ડર વિંગનો હવાલદાર મેજર કે.જી. સોઢા ૧૮૦૦ની લાંચ લેતા ઝડપાયો


ભુજની બોર્ડર વિંગની બી કંપનીની બટાલિયનના હવાલદાર મેજર કે.જી. સોઢાને એસીબીએ રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. પોતાની કચેરીના જવાનની રજા મંજૂર કરવાના મુદ્દે કોઈ પણ કવેરી નહીં કાઢવા માટે કે.જી. સોઢાએ ૧૮૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. જે લેતી વખતે એસીબી પીઆઇ પી.કે. પટેલે રંગે હાથ આબાદ ઝડપી પાડ્યો હતો. એસીબી બોર્ડર રેન્જના આઈજી કે.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ હતી.