અંજાર તાલુકાના
ભીમાસર ટપ્પર રોડ ઉપર બાઈક
સ્લીપ થતા ગંભીર હાલતમાં ચાલક યુવાનનું મૃત્યુ નિપજયું હતું. અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભીમાસર
ટપ્પર રોડ ઉપર દસ વાગ્યાના અરસામાં બાઈક નંબર જીજે.12.ઇસી. 5679 ના ચાલક સંજીવકુમાર કામદેવસીંગ રાજપુત (ઉ.વ.33) એ બાઈક
પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી જેના કારણે માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા
તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Wednesday, March 11, 2020
New
