અંજારમાં
છૂટાછેડા બાદ પત્નીને આપણે સાથે રહેવાનું છે તેવું કહીને વિશ્વાસમાં લઈ તેમની સાથે
દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવીને તરછોડી દેનાર પૂર્વ પતિ સામે પોલીસે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે. અંજાર
પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, રત્નદીપ સોસાયટી વિસ્તારમાં રહેતા પાંચ વર્ષ
પહેલા દંપતીના લગ્ન થયા હતા એક પુત્રીનો જન્મ પણ થયો હતો ત્યારબાદ દંપતી વચ્ચે
છુટાછેડા થઇ ગયા હતા પરંતુ પતિએ આપણે સાથે રહેવાનું છે હું છૂટાછેડાનું લખાણ ફાડી
નાખીશ એવું કહી ને પત્નીને વિશ્વાસમાં લીધા બાદ તેમની સાથે વારંવાર શારીરિક સંબંધ
બાંધીને ગર્ભવતી બનાવી હતી બે માસનો ગર્ભ સાથે મહિલાને ફરી વખત પતિએ તરછોડી દીધી
હતી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે ભોગ બનનાર નોંધાવેલી ફરિયાદના આધારે
પોલીસે પૂર્વ પતિ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Wednesday, March 11, 2020
New
