કોરોના મહામારી સામે લડત અને લોકજાગૃતિના સંદર્ભે જાહેર કરાયેલા લોક ડાઉનના પગલે કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર વાહનોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને માર્ગો પર સન્નાટો જોવા મળ્યો છે.કોરોના વાયરસની વર્તમાન સિૃથતિમાં કોરોનાનો વ્યાપ વાધે નહફીં તે હેતુાથી કચ્છમાં રપ માર્ચ સુાધી જીવન જરૃરી વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે. એસ.ટી. બસ સેવાઓ તેમજ શહેરી જાહેર પરિવહન સેવાઓ બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે કચ્છના પ્રવેશ દ્વાર સામખિયાળી ખાતેના ટોલગેટ ખાતે વાહનોની સંખ્યામાં ઘટાડો થયો હતો. મુખ્ય ધોરી માર્ગો સુમસામ બન્યા હતા. સામાન્ય સંજોગોમાં સામખિયાળી ટોલનાકે ૩૦ હજારાથી વધુ નાના-મોટા વાહનોની અવરજવર થાય છે પરંતુ ગઈકાલાથી વાહનોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ટોલનાકે પસાર થતા વાહન ચાલકોનું સ્ક્રીનીંગ કરાયું હતું. ભચાઉ નજીક થી પસાર થતો નેશનલ હાઈવે દિવસ અને રાત અનેક નાન અને મોટા વાહનોથી ધમાધમતો રહે છે. સામખિયાળીથી રાધનપુર રફ જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ પણ સુમસામ ભાસી રહ્યો છે. ગાંધીધામ-ભુજ હાઈવે, ભચાઉ-ભુજ, ભુજ-નખત્રાણા, ભુજ-માંડવી હાઈવે પર સુમસામ જોવા મળ્યો હતો.કોરોનાના પગલે કચ્છમાં ઘરે ઘરે જઈને તંત્ર દ્વારા સર્વે શરૃ કચ્છમાં કોરોના ઈફેક્ટના લીધે સંપુર્ણ લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ શંકાસ્પદ કેસો તાથા તાવ,શરદીનો ભોગ બનેલા લોકોને ઓળખવા ડોર ટુ ડોર સર્વે શરૃ કરાયો છે. મળતી માહિતી મુજબ સર્વેમાં વિદેશાથી આવનારા લોકોને ઓળખવા ખાસ કવાયત શરૃ કરાઈ છે. જેમાં ઘર ઘર જઈને લોકોને તેની આરોગ્ય અંગેની વિગતો પુછવા ઉપરાંત જો કોઈ બહારગામાથી આવ્યું હશે તો તે બાબત ધ્યાને લેવાશે. જો કોઈને તાવ,શરદી-ખાંસી જેવી સમસ્યા હશે તો તેની પણ નોંધ કરાશે. આ સમગ્ર માહિતી એકત્ર કરીને સંબંિધત અિધકારીઓને જાણ કરાશે. સર્વેમાં બે વ્યકિતઓની એક ટીમ બનાવાઈ છે.જેમાં એક કર્મચારી પેરામેડિકલ સ્ટાફ તાથા એક કર્મચારી નોન પેરામેડિકલ સ્ટાફ મુકવામાં આવ્યા છે. પેરા મેડિકલ સ્ટાફમાં ફિમેલ હેલૃથ વર્કર, એમપીએમડબલ્યુ, આશા બહેનોમાં સમાવેશ થાય છે. જ્યારે નોન પેરામેડીકલ કર્મચારીઓમાં શિક્ષણ સ્ટાફ, આંગણવાડી વર્કર તેમજ અન્ય વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સર્વે ટેકો એપ મારફતે થઈ રહ્યો છે. ઉપરાંત હોમ ક્વોરેન્ટાઈન હશે તેની વિગતો ખાસ ચકાસશે.
Tuesday, March 24, 2020
New
