વર્માનગરમાં સાવકા પુત્રની હત્યા કરવા બદલ માતાને આજીવન કેદ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, March 24, 2020

વર્માનગરમાં સાવકા પુત્રની હત્યા કરવા બદલ માતાને આજીવન કેદ

લખપત તાલુકાના વર્માનગરમાં સાવકા પુત્રની હત્યા કરવાના કેસમાં માતાને આજીવન કેદની સજાનો ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.મરણજનાર જહીર આરોપી રોશનબેન અલ્તાફ નોતીયારનો સાવકો પુત્ર હતો અને તેની હત્યા કરવા માટે અગાઉાથી કાવતરૃ રચીને તા.૬/૯/ર૦૧૬ના સાંજે વર્માનગર જીએમડીસી હોસ્પિટલ ખાતે તેને શ્વાસ લેવાની તકલીફ થાય છે અને છાતીમાં દુખે છે તેવું તબીબને જણાવેલ હતું પરંતુ તબીબે તપાસ કરતા બાળકના શરીરમાં કોઈ તકલીફ ન હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યાર બાદ તેના પિતા અલ્તાફ બાળકને તેના ઘરે લઈ ગયા હતા ત્યાર બાદ મોડી રાત્રીના તા.૭/૯/ર૦૧૬ના વહેલી સવારે બાળકના મોંઢે ડુચો આપીને તેની હત્યા કરી હતી. ત્યાર બાદ આ ગુનાને છુપાવવા માટે જીએમડીસી એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ બાળકને શ્વાસ લેવાની તકલીફ છે તેવું જણાવેલ હતું. તબીબે બાળકના બન્ને હાથમાં ઈજાઓ હોવાનું જાણતા પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલાવેલ જ્યાં રીપોર્ટમાં બાળકની હત્યા થઈ છે તેવું ખુલવા પામ્યું હતું. આ બનાવમાં નારાયણ સરોવર પોલીસે ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસ આજે ભુજના ૧૧મા અિધક સેશન્સ જ્જ આર.વી.મંદાણીની કોર્ટમાં ચાલી જતાં રોશનબેનને આજીવન કેદ અને ૧૦ હજારનો દંડ તેમજ દંડ ન ભરે તો એક માસની કેદ સજાનો હુકમ કર્યો હતો. જ્યારે અલ્તાફને શંકાનો લાભ છોડી મુકાયો હતો.