કચ્છમાં અત્યારસુાધી લખપતની એક માત્ર મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગઈકાલે સામે આવેલા શંકાસ્પદ કેસમાં અંજારની યુવતીનો રીપોર્ટ આવવાનો બાકી છે. તે સિવાય આજે નવા શંકાસ્પદ કેસો સામે ન આવતા તંત્રે આંશિક હાશકારો અનુભવ્યો હતો.જોકે, વિદેશાથી આવેલા તાથા પોઝીટીવ મહિલાના સંપર્કમાં આવેલા હોય તેવા ૫૦૩ લોકોને કચ્છની સુરક્ષા હેતુ કવોરેન્ટાઈન કરાયા છે.મળતી માહિતી મુજબ હાલે કચ્છમાં નવા શંકાસ્પદ કેસો સામે ન આવે તે માટે તંત્ર પુરતી સાવચેતી રાખી રહ્યુ છે. કચ્છને લોકડાઉન જાહેર કરાયા બાદ બહારાથી આવતા વાહનોના મુસાફરોનું સંપુર્ણ ચેકીંગ કરાઈ રહ્યું છે. જો કોઈને તાવ,શરદી સહિતના લક્ષણો જણાય તો તેઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. અત્યારસુાધી ભારત બહારાથી આવેલા લોકો તાથા લખપતના આશાલડીની કોરોના પોઝીટીવ મહિલાના સંપર્કમાં આવેલા લોકોને તંત્રે ઘરે તાથા તંત્ર દ્વારા બનાવેલા કવોરેન્ટાઈન હોમ ખાતે ખસેડયા છે. ૪૭૪ લોકોને પોતાના ઘરમાં નજરકેદ કરાયા છે તો ૨૯ લોકોને તંત્ર દ્વારા બનાવેલા સૃથળો પર ચકાસણી હેઠળ મુકાયા છે. હજુ પણ બહારાથી આવતા લોકોને આઈસોલેટેડ કરાઈ રહ્યા છે. આ અંગે આરોગ્ય અિધકારીએ જણાવ્યું હતું કે, કચ્છમાં શંકાસ્પદ જણાતા ૧૩ લોકોના નમુના લેવાયા હતા. જેમાંથી ૧૧ નેગેટીવ આવી ચુક્યા છે. એક પોઝીટીવ આવ્યો છે. જ્યારે રવિવારે આવેલો નવો શંકાસ્પદ કેસ અંજારની યુવતીનો રીપોર્ટ આવવાનો બાકી છે. જ્યારે આજે લખપતના આશાલડીના મહિલાનો ફરીએકવાર નમુનો લઈને બીજીવાર લેબમાં મોકલવામાં આવ્યો છે. કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવા અનુરોધ કર્યો છે. લોકડાઉનની પણ જાહેરાત કરી દેવાઈ છે. તેવી સિૃથતિ વચ્ચે જાહેરનામાને અવગણી દુકાનો ચાલુ રાખવા બદલ પોલીસે ભુજમાં ચાર અને ગઢશીશામાં પાંચ વેપારીઓ સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ બિનજરૃરી રીતે વાહનો લઈને નિકળેલા લોકોના ૧ર૦ જેટલા વાહનો ડીટેઈન કરી લીધા હતા. ભુજ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલા બડા સાબ શોપીંગ નામના શોરૃમ સંચાલક જીગર ખીમજી મહેતા, જીઓ ડીજીટલ લાઈફ નામની દુકાના કર્મચારી કમલેશ કાનજી બારોટ, ભીડ બજારમાં અગરબત્તીના વેપારી ભવ્ય અરવિંદ મહેતા અને મટનશોપના માલિક તાહીર હસન ખલીફા સામે એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરાયો છે. જ્યારે ગઢશીશામાં કિસાન ચોકડી પાસે ચાની રેકડીના ધંધાર્થી નંધા ખીમા રબારી, મઉં ચોકડી પાસે પ્લાયવુડના વેપારી જગદીશ શામજી ભગત, લુડવા ગામે ચીકનશોપના વેપારી અબ્દુલ કાદર અલીસા સૈયદ, ભેરૈયામાં ઠંડા પીણાના દુકાનદાર પચાણ રામજી બુચીયા અને દશરડીમાં ચાનો સ્ટોલ ચલાવતા ઈસ્માઈલ અબ્દુલા વર્યા સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો છે. મુંદ્રામાં પોલીસે જાહેરનામાના ભંગ બદલ એક છકડો ડીટેઈન કર્યો હતો. જ્યારે ગાંધીધામમાં પોલીસે ઝુંબેશ હાથ ધરીને રપ છકડા, ૧ મીનીબસ અને પ દ્વિચક્રી વાહનો ડીટેઈન કર્યા હતા. બીજી તરફ પશ્ચિમ કચ્છમાં પોલીસે કડક કાર્યવાહીના ભાગરૃપે ૮૮થી વધુ વાહનો ડીટેઈન કર્યા હતા. જેમાં ઓટો રીક્ષા, છકડા, તુફાન, જીપ જેવા ૬ર વાહનો અને ર૬ દ્વિચક્રી વાહનોનો સમાવેશ થાય છે.
Tuesday, March 24, 2020
New
