ગુજરાત સરકારનો મોટો નિર્ણય : 24થી 31 માર્ચ સુધી આખું ગુજરાત લોકડાઉન - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, March 24, 2020

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : 24થી 31 માર્ચ સુધી આખું ગુજરાત લોકડાઉન



ગુજરાતમાં પણ કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે આજે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સમગ્ર ગુજરાતમાં લોક ડાઉનની જાહેરાત કરી હતી. જે આજે રાત્રે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી લોક ડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત મહત્વની વાત છે કેજીવનજરૂયાત વસ્તુઓ મળી રહેશે તે બંધ નહીં રહે. રાજ્યો બહારની બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે. કોઈ વ્યક્તિ કારણ વગર ઘરની બહાર નીકળશે તો પોલીસ તેની અટકાવશે.  ગુજરાતમાં 30 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેને લઈને સરકાર સહિતના અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. આ પહેલા ગુજરાતના ચાર મોટા શહેરોમાં આગામી 25 તારીખ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત 22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'જનતા કરફ્યુ'ની અપીલ કરી હતી. જોકે એક દિવસ પહેલાં જ લોકોએ 'જનતા કરફ્યુ'ને સમર્થન આપ્યું હતું. જનતા કર્ફ્યુના દિવસે જ પાંચ વાગતાં જ ઘણાં શહેરોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા જેને લઈને સરકારે આ નિર્ણય લીદો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમદાવાદરાજકોટસુરત અને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 31 તારીખ સુધી લોકડાઉનનો સરકારે નિર્ણય લીધો છે. જોકે ગુજરાતમાં તબીબી સેવાશાકભાજી અને કરિયાણા જેવી જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધ રહેશે. લોકોએ પડાપડી કરવી નહીં તેવી પણ ગુજરાતે સરકારે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કેકોરોનાની માહામારી સામે લડવા સરકારે અમદાવાદમાં 1200 બેડ,  સુરતમાં 500 બેડ,  રાજકોટમાં 250 બેડવડોદરા 250 બેડના આઇસોલેશન વોર્ડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના સારવાર માટે તાત્કાલિક સુવિધા ઊભી કરવામાં આવી છે.